તિજોરીનું તળીયું કેટલે?

Wednesday 10th February 2016 10:04 EST
 

બ્રિટીશ ચાન્સેલર અોફ એક્સચેકર જ્યોર્જ અોસબર્ને યુરોપિયન યુનિયનના વિવાદને લક્ષમાં રાખીને લગભગ ૧૦૦ બિલિયન ડોલરનું ભંડોળ જમા કર્યું છે. આ પાછળનો આશય એવો છે કે જો યુરોપિયન યુનિયનથી અલગ પડવાના કારણે પાઉન્ડનો ભાવ ગગડે તો આ ભંડોળની મદદથી ડોલર ખરીદીને પાઉન્ડને વધુ ગગડતો અટકાવી શકાય.

ચીને પણ જાન્યુઆરી ૨૦૧૬માં જ પોતાના ચલણ યુઆનને બચાવવા માટે ૧૦૦ બિલિયન ડોલર વાપરી નાંખ્યા હતા. છેલ્લા ૪ માસમાં લગભગ ૫૦૦ બિલિયન ડોલર વાપરવા છતાં પણ ચાઇનીઝ યુઆન હજુ સલામત જણાતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter