તુલિપ સિદ્દિક પર બાંગ્લાદેશના પરમાણુ કરારમાં કટકી લેવાનો આરોપ

વડાપ્રધાન સ્ટાર્મર સિદ્દિકના સમર્થનમાં, સિદ્દિકે આરોપ નકાર્યા

Thursday 02nd January 2025 00:55 EST
 
 

લંડનઃ સ્ટાર્મર સરકારના ટ્રેઝરી મિનિસ્ટર તુલિપ સિદ્દિક પર બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશને પરમાણુ પ્લાન્ટ સોદામાં અબજોની લાંચ મેળવી હોવાનો આરોપ મૂક્યો છે. જો કે વડાપ્રધાન કેર સ્ટાર્મર ખુલીને સિદ્દિકના સમર્થનમાં આવ્યાં છે. સિદ્દિકે પણ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા છે.

તુલિપ સિદ્દિક હાલ ભારતમાં આશ્રય લઇ રહેલાં બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના ભત્રીજી છે. બાંગ્લાદેશનું એન્ટી કરપ્શન કમિશન હાલ શેખ હસીનાના શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યું છે.

સિદ્દિક પર આરોપ મૂકાયો છે કે બાંગ્લાદેશ અને રશિયા વચ્ચેના પરમાણુ કરાર માટે તેમણે રશિયાના અધિકારીઓ સાથે મિટિંગો કરાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ મધ્યસ્થતા માટે શેખ હસીના અને તેમના પરિવારજનોને 30 ટકા કટકી આપવામાં આવી હતી. આ સોદો વર્ષ 2013માં કરાયો હતો.

આરોપોનો સંદર્ભમાં વડાપ્રધાન સ્ટાર્મરના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને સિદ્દિક પર સંપુર્ણ વિશ્વાસ છે. અમે મીડ઼િયામાં મૂકાઇ રહેલા આરોપો પર વિશ્વાસ કરી શકીએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter