તુલિપ સિદ્દિકની બ્રિટનના સિટી મિનિસ્ટરપદે નિયુક્તિ

સતત ચોથીવાર સાંસદ બનેલા સિદ્દિક બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા મુજિબુર રહેમાનના પૌત્રી

Tuesday 16th July 2024 11:51 EDT
 
 

લંડનઃ કેર સ્ટાર્મર સરકાર દ્વારા તુલિપ સિદ્દિકની બ્રિટનના સિટી મિનિસ્ટર તરીકે નિયુક્તિ કરાઇ છે. સિટી મિનિસ્ટરની જવાબદારી ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરનું સંચાલન કરવાની હોય છે. 41 વર્ષીય સિદ્દિકે ધ સિટી તરીકે જાણીતી ફાઇનાન્સિયલ સર્વિસિઝ માટે નીતિઓ તૈયાર કરવાના લેબર પાર્ટીના પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું. સંસદની ચૂંટણી પહેલાં સિદ્દિકે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મકતા અને વિકાસ આડેના અવરોધો હટાવવાના વધુ પ્રયાસ અંતર્હત લેબર પાર્ટી બ્રિટનની માર્કેટ રેગ્યુલેટર ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને આગળ ધપાવશે. તુલિપ સિદ્દિક કન્ઝર્વેટિવ સરકાર દ્વારા નિયુક્ત બિમ આફોલામીનું સ્થાન લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તુલિપ સિદ્દિક બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબુર રહેમાનના પૌત્રી છે. સિદ્દિક હેમ્પસ્ટેડ એન્ડ હાઇગેટ બેઠક પરથી સતત ચોથી ટર્મ માટે સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter