તુલિપને લંડનની પ્રોપર્ટી ભેટમાં આપનારના શેખ હસીના સાથે સંબંધનો આરોપ

તુલિપ સિદ્દિક પર બાંગ્લાદેશ અને રશિયા વચ્ચેના પરમાણુ કરારમાં કટકી લેવાના આરોપોની બાંગ્લાદેશ સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે

Tuesday 07th January 2025 09:50 EST
 
 

લંડનઃ બાંગ્લાદેશમાં રશિયા સાથેના પરમાણુ કરારમાં કથિત કટકી લેવાના આરોપોનો સામનો કરી રહેલા સિટી મિનિસ્ટર તુલિપ સિદ્દિકને બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના સાથે સંકળાયેલા એક વ્યક્તિ દ્વારા સેન્ટ્રલ લંડન સ્થિત એક એપાર્ટમેન્ટ ભેટમાં અપાયો હોવાનો આરોપ મૂકાયો છે.

ટ્રેઝરીમાં ઇકોનોમિક સેક્રેટરી તરીકે ફરજ બજાવતા તુલિપ સિદ્દિકને વર્ષ 2004માં કોઇપણ પ્રકારની લેવડદેવડ વિના કિંગ ક્રોસ નજીક આવેલ બે બેડરૂમનો એપાર્ટમેન્ટ અપાયો હતો. લેન્ડ રિપોર્ટિંગ ફાઇલિંગ્સ અનુસાર એપાર્ટમેન્ટ ભેટમાં આપનાર દાતા અબ્દુલ મોતાલિફ તુલિપ સિદ્દિકની માસી અને બાંગ્લાદેશની પૂર્વ વડાં પ્રધાન અને અવામી લીગ પાર્ટીની નેતા શેખ હસીના સાથે સંકળાયેલા છે.

તુલિપ સિદ્દિક હજુ આ પ્રોપર્ટીની માલિકી ધરાવે છે. ફાઇલિંગ્સ પ્રમાણે જાન્યુઆરી 2001માં 1,95,000 પાઉન્ડમાં આ પ્રોપર્ટી ખરીદાઇ હતી. ઓગસ્ટ 2001માં તે જ બિલ્ડિંગમાં આવેલો બાજુનો એપાર્ટમેન્ટ 6,50,000 પાઉન્ડમાં વેચાયો હતો.

સિદ્દિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અથવા તો અન્ય કોઇપણ પ્રોપર્ટીની તુલિપની માલિકીને અવામી લીગ સાથે સાંકળતા આરોપ ખોટાં છે. મોતાલિફે આ પ્રોપર્ટી ખરીદ્યાનું સ્વીકાર્યું છે પરંતુ તેના પર અન્ય કોઇ ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter