લંડનઃ તૈયાર નાસ્તા કે સ્નેક્સ ખાવાનું કદાચ સગવડ ભરેલું હશે, પરંતુ, તે જીવલેણ પણ નીવડી શકે તેવી ચેતવણી સંશોધકોએ ઉચ્ચારી હતી. વધુ પ્રમાણમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાને અને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગોને લીધે ઉંચા મૃત્યુદર વચ્ચે સંબંધ હોવાનું ફ્રેચ અભ્યાસમાં જણાયું હતું.
વ્યક્તિ સુગરવાળા પીણાં, ફેક્ટરીમાં બનેલા બ્રેડ અને બિસ્કિટ, સ્વીટ્સ અને ચોકલેટ્સ, તૈયાર ભોજન અને પ્રોસેસ્ડ મીટ વધુ પ્રમાણમાં લેવાનું ચાલુ કરે તો આગામી સાત વર્ષમાં તેના મૃત્યુની શક્યતા વધી જાય છે.


