લંડનઃ સમગ્ર ઈન્ગલેન્ડમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના માત્ર ત્રણ મહિનામાં ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM-સ્ત્રી સુન્નત)ના નવા ૧,૨૪૨ કિસ્સા નોંધાતા ચકચાર ફેલાઈ છે. આ તમામ કેસના બે ટકા કેસ એટલે કે ૨૯ છોકરીઓની વય ૧૮ વર્ષથી ઓછી છે, જેમાં બ્રિટનમાં જન્મેલી ૧૧ છોકરીનો પણ સમાવેશ થયો છે.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટર દ્વારા સત્તાવાર આંકડા જાહેર થયા પછી ધ રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝના પ્રોફેશનલ પોલિસી એડવાઈઝર જેનેટ ફ્યાલે હેલ્થ વર્કર્સને સાવધ રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રી સુન્નતની સમસ્યા હલ કરવા નવેસર અને કેન્દ્રિત પ્રયાસો કરવા આવશ્યક છે. હેલ્થ પ્રોફેશનલ્સે ૧૮થી ઓછી વયની છોકરીઓની સુન્નતના ધ્યાનમાં આવતા કેસની જાણ પોલીસને કરવી જોઈએ, જે તેમની ફરજ છે.


