ત્રાસવાદવિરોધી વડાની કારમાંથી ગુપ્ત સુરક્ષા દસ્તાવેજો ચોરાયા

Tuesday 13th June 2017 14:39 EDT
 

લંડનઃ મિડલેન્ડ્સ પોલીસ માટે ક્ષોભજનક ઘટનામાં આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ માર્કસ બીલેની કારમાંથી ૧૫ મેએ ક્લાસિફાઈડ દસ્તાવેજો ચોરાયા હતા, જેના પરિણામે તપાસ હાથ ધરવામાં આવી છે. લંડન બ્રિજ ત્રાસવાદી હુમલાના પગલે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

માર્કસ બીલે વેસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટર ટેરરિઝમ યુનિટ (WMCTU)ના વડા તરીકે મહત્ત્વનો પોર્ટફોલિયો ધરાવે છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસ બાબતો વિશેના દસ્તાવેજો સાથેનું તાળાબંધ મેટલ બોક્સ તેમજ અન્ય અંગત વસ્તુઓની ચોરી કરાઈ હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ વેબસાઈટ અનુસાર WMCTUના ઓપરેશન્સથી તાજેતરના વર્ષોમાં યુકેમાં સૌથી નોંધપાત્ર ત્રાસવાદી યોજનાઓ નિષ્ફળ બનાવાઈ હતી, જેમાં ૨૦૧૦માં લંડન સ્ટોક એક્સચેન્જ પ્લોટ, ૨૦૧૧૧ના આત્મઘાતી હુમલાની યોજના તેમજ ૨૦૧૨માં ડ્યુસબરી ઈડીએલ પર હુમલાની યોજનાનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter