લંડનઃ માર્ગારેટ થેચરના વફાદાર સમર્થક એવા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નોર્મન ટેબિટનું 94 વર્ષની વયે નિધન થયું છે. 1980ના દાયકામાં એમ્પ્લોયમેન્ટ સેક્રેટરી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન તરીકે ફરજ નિભાવનાર ટેબિટ ઇમિગ્રેશન વિરોધી વલણ માટે જાણીતા હતા. તેમણે ટોરી પોલિટિક્સમાં એક પેઢી સુધી મહત્વની ભુમિકા ભજવી હતી અને જીવનના પાછલા વર્ષોમાં પણ જમણેરી પાંખ પર મોટો પ્રભાવ ધરાવતા હતા.