લંડનઃ યુકેમાં પ્રથમવાર હિન્દુ આસ્થામાં મહત્વની ગણાતી ગંગા આરતીનું આયોજન થેમ્સના કિનારે કરવામાં આવ્યું હતું. તસવીરમાં ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદ, લોર્ડ ક્રિશ રાવલ, યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર પી. કુમારન સહિત આધ્યાત્મિક આગેવાનો, રાજદ્વારી અને સરકારી મહેમાનો દ્રશ્યમાન થાય છે.


