લંડનઃ થેરેસા મે દ્વારા રચાયેલી પબ્લિક ઈન્ક્વાયરીનો ખર્ચ ૩૦૦ મિલિયન પાઉન્ડથી વધી ગયો છે અને તેમાંથી કોઈએ હજુ સુધી ફાઈનલ રિપોર્ટ રજૂ કર્યો નથી.
બાળ શોષણ, ગ્રેનફેલ ટાવર આગ, અંડરકવર પોલીસનું વર્તન અને ચેપી બ્લડ કૌભાંડમાં હોમ સેક્રેટરી અને મિસિસ થેરેસા મેએ તપાસની રચના કરી હતી. તેમણે પ્રાઈવેટ ડિટેક્ટિવ ડેનિયલ મોર્ગનની ૧૯૮૭માં થયેલી હત્યાનો ઉકેલ આવ્યો ન હતો તેમાં પણ ઈન્ડિપેન્ડન્ટ રિવ્યૂની રચના કરી હતી.
થેરેસા મેએ ૨૦૧૯માં સરકાર છોડી હતી. પરંતુ, એક પણ ઈન્ક્વાયરીએ હજુ સુધી તેનું કામ પૂરું કર્યું નથી અને તેની પાછળના ખર્ચ અને તેની અસરકારકતા વિશે પ્રશ્રો ઉભા થઈ રહ્યા છે. ફાઈનાન્સિયલ રિપોર્ટ્સમાં આ ખર્ચ ૨૭૧ મિલિયન પાઉન્ડથી વધુ દર્શાવાયો છે. જોકે, આ આંકડા મહિનાઓ અગાઉના છે.













