થેરેસા મેની ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી રદઃ ‘પ્લાન ફોર ગ્રોથ’ને સમર્થન

Friday 09th April 2021 02:45 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક અને બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી નાબૂદ કરવાને સમર્થન આપ્યું છે. પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની મુખ્ય ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીનું સ્થાન ‘પ્લાન ફોર ગ્રોથ’ લેશે.

ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, ઈનોવેશન અને ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી તેમજ ટ્રેઝરીએ સમર્થન આપ્યું છે કે સરકારના ‘પ્લાન ફોર ગ્રોથ’ની તરફેણમાં ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી નાબૂદ કરવામાં આવશે. ચાન્સેલર રિશિ સુનાક અને બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે બિઝનેસ અગ્રણીઓને પત્રમાં જણાવ્યું છે કે તેઓ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીના શ્રેષ્ઠ તત્વોને આગળ લઈ જશે અને ‘પ્લાન ફોર ગ્રોથ’માં તેને સમાવી લેવાશે. ઈકોનોમિક ગ્રોથ પ્લાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીલ્સ અને ઈનોવેશનમાં ગણનાપાત્ર રોકાણો તેમજ યુકેના દરેક વિસ્તારોને સમાનપણે આવરી લેતા વિકાસને સાધવાનું વચન અપાયું છે.

આ પત્ર થકી જાહેર થયું છે કે સરકાર પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની આર્થિક વિકાસની મુખ્ય ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી નીતિથી દૂર જઈ રહી છે અને R&D, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસીસ માટે સરકારી અને ખાનગી ક્ષેત્રના ભંડોળને એકસાથે લાવશે. ક્વારટેન્ગે ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી કાઉન્સિલને વિખેરી નાખી સભ્યોને જણાવ્યું હતું કે સરકારે ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી બ્રાન્ડથી નોંધપાત્રપણે અળગા થવાનો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter