થેરેસા મેને જાહેર કર્તવ્યની ભાવના બાળપણથી જ મળી છે

Wednesday 13th July 2016 07:01 EDT
 
 

લંડનઃ બ્રિટનના નવા વડા પ્રધાન થેરેસા મેનો જન્મ સમુદ્રતટના ઈસ્ટબોર્ન નગરમાં થયો હતો. તેમના પિતા પાદરી હબર્ટ બ્રેઝીયર અને માતાનું નામ ઝૈદી હતું. હોમસેક્રેટરીએ કહ્યું હતું કે તેમના ઉછેરથી તેમનામાં જાહેર કર્તવ્યની લાગણી આવી છે જે તેમના માટે ચાલકબળ બની રહેલ છે. તેમણે કહ્યું હતું કે ‘હું સ્થાનિક પાદરીની પુત્રી અને રેજિમેન્ટર સાર્જન્ટ મેજરની પૌત્રી તરીકે ઉછરી છું. જાહેર સેવા મારો એક હિસ્સો બની રહેલ છે.’

• થેરેસા મે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જતાં પહેલાં લોકલ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમજ ઘણા વર્ષો સુધી બેન્ક ઓફ ઇંગ્લેન્ડમાં કામગીરી બજાવી હતી.

• તેઓ બ્રિટિશ રાજકારણમાં લાંબા સમયથી સૌથી શક્તિશાળી કન્ઝર્વેટિવ મહિલા બની રહ્યાં છે. તેઓ સૌથી લાંબી સેવા આપનારા હોમ સેક્રેટરીઓમાં સ્થાન ધરાવે છે.

• તેઓ સૌ પહેલાં મેર્ટનબરો કાઉન્સિલમાં ૧૯૮૬માં ચૂંટાયા પછી નીતિઓને કાર્યરત બનાવવાની પ્રબળ લાગણી વિકસી હતી.

• નવા વડાપ્રધાન ડરહામ અને બાર્કિંગમાં બેઠકો જીતવામાં નિષ્ફળ ગયા પછી ૧૯૯૭માં મેઇડનહીડથી સૌપ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા હતાં.

• સાંસદ તરીકે તેઓ વિલિયમ હેગની શેડો કેબિનેટમાં નિયુકત કરાયાં હતા અને ૨૦૦૨માં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ મહિલા ચેરમેન બન્યાં હતાં. તેમણે કન્ઝર્વેટિવ્સને સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે ‘નેસ્ટી પાર્ટી’ બનતાં અટકવા માટે પોતાનાં માર્ગો બદલવાના રહેશે.

•ટોરી સાંસદ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જીઓગ્રાફી અભ્યાસ દરમિયાન કન્ઝર્વેટિવ એસોસિએશન ડાન્સમાં પતિ ફિલિપ મેને મળ્યાં હતાં.

• તેમણે તેઓને સંતાન થઈ શકે તેમ નથી તે હકીકતથી લાગેલા આઘાતની વાત કરતાં કહ્યું હતું કે ‘જીવન તમારી સાથે જેઓ વ્યવહાર કરે તે તમારે સ્વીકારવો પડે છે.’

• મિસિસ મે ટાઇપ વન ડાયાબિટિસ ધરાવે છે અને દિવસમાં બે વખત જાતે ઇન્સ્યુલિનનું ઇંજેક્શન લે છે પણ કહે છે આ તો તેની સાથે આગળ વધતા રહેવાનો કિસ્સો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter