દક્ષિણ એશિયન સમુદાયના લોકોમાં જુગારની બદી વ્યાપક બની

જુગારના દુષણમાંથી મુક્ત થવા માટે મદદ માગવાનો ખચકાટ તેમને વધુ નુકસાન કરી રહ્યો છે

Tuesday 19th December 2023 12:23 EST
 
 

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતા ઘણા લોકો ઝડપથી નાણા કમાવાની લાહ્યમાં જુગાર તરફ વળી રહ્યાં છે. જુગારની આ બદીમાં મોટી સંખ્યામાં એશિયન સમુદાયના લોકો સપડાઇ રહ્યાંના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જુગારના આ દુષણના કારણે તેઓ દેવાના બોજા તળે દટાઇ રહ્યાં છે. નેશનલ પ્રોબ્લેમ ગેમ્બલિંગ ક્લિનિકના જણાવ્યા અનુસાર તેમના 23 ટકા ક્લાયન્ટ દક્ષિણ એશિયન મૂળના છે. યુકેની કુલ વસતીમાં દક્ષિણ એશિયનોની સંખ્યા ફક્ત 7 ટકા છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં દક્ષિણ એશિયનો જુગારની બદીમાં સપડાયેલાં માલૂમ પડ્યાં છે.

એક અભ્યાસ અનુસાર યુકેના 40 કે તેથી વધુ વયના 33 ટકા વર્કરોને ચિંતા છે કે તેમની રિટાયરમેન્ટ બચતો નિવૃત્તિના સમય માટે પુરતી પડી નહીં રહે તેથી તેઓ જુગારના રવાડે ચડે છે. યુકેમાં 4,30,000 કરતાં વધુ પ્રોબ્લેમ ગેમ્બલર્સ છે અને કુલ વસતીના 13 ટકા લોકો જુગારથી થતતા નુકસાનને વેઠી રહ્યાં છે. બ્રિટિશ એશિયન સમુદાયોમાં પણ ગેમ્બલિંગ ગંભીર સમસ્યા છે.

ચેરિટી ગેમ્બલિંગ અવેર દ્વારા કરાયેલા એક અભ્યાસ અનુસાર લઘુમતી સમુદાયોના ગેમ્બલરોને પબ્લિક રેસિઝમ અને ભેદભાવનો 50 ટકા વધુ સામનો કરવો પડે છે. તેના કારણે તેઓ જુગારથી થનારું નુકસાન વેઠતાં રહે છે અને સહાય માગતા ખચકાય છે.

આજે બીએએમઇ સમુદાયોના પ્રોબ્લેમ ગેમ્બલરોને સારવારની તાતી જરૂર છે. બ્રિટિશ એશિયન સમુદાયોમાં જુગારને દુષણ માનવામાં આવે છે તેથી આ બદીમાં સપડાયેલા લોકો મદદ માગતા ખચકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter