લંડનઃ અસાધ્ય રોગના દર્દીઓના કાયદામાં ફેરફાર કરીને તેમના જીવનનો અંત લાવે તેવી દવાઓના પ્રિસ્ક્રિપ્શન દ્વારા આસિસ્ટેડ ડેથને ૫૦ ટકા ડોક્ટરોએ સમર્થન આપ્યું હોવાનું સર્વેમાં જણાયું હતું, પરંતુ, કોઈ વ્યક્તિને મૃત્યુ તરફ દોરી જાય તેવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાની માત્ર ૩૬ ટકા ડોક્ટરોએ જ તૈયારી દર્શાવી હતી. જ્યારે ૪૫ ટકાએ તેમ કરવાનો ઈનકાર કર્યો હતો. ૨૦૦૬થી ડોક્ટરોનું સૌથી મોટું યુનિયન આસિસ્ટેડ ડાઈંગનો વિરોધ કરી રહ્યું છે. કાયદામાં ફેરફાર થશે તો તેઓ આ વિરોધ પડતો મૂકશે.
ચાર વર્ષ અગાઉ આ મામલે વધુ તટસ્થ વલણ અપનાવવા અંગેની એક દરખાસ્તને બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) એ ફગાવી દીધી હતી. પરંતુ,
યુનિયન દ્વારા જણાવાયું હતું કે લગભગ ૨૯,૦૦૦ ડોક્ટરો અને વિદ્યાર્થીઓના સર્વેનું પરિણામ BMAની નીતિ નક્કી કરશે નહિ પરંતુ, આવતા વર્ષે મળનારી તેની વાર્ષિક બેઠકમાં ડિબેટમાં તેની ચર્ચા થશે.
એકંદરે ઈમરજન્સી મેડિસીન અને ઈન્ટેન્સિવ કેરમાં કાર્યરત મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટરો આસિસ્ટેડ ડેથની તરફેણ કરતા જ્યારે જીપી અને પેલેટિવ કેરમાં ફરજ બજાવતા લોકો તેના વધુ વિરોધમાં જણાયા હતા.
BMA મેડિકલ એથીક્સ કમિટીના ચેરમેન ડો. જહોન ચીશોમે જણાવ્યું હતું કે આ તારણો BMAની નીતિના ભવિષ્ય અંગે વિસ્તૃત ચર્ચાની તક પૂરી પાડશે.
યુથેનેસિયા વિરોધી અભિયાન 'કેર નોટ કિલીંગ'ના ડો. ગોર્ડન મેકડોનાલ્ડે જણાવ્યું કે પેલેટિવ કેર, જેરિયાટ્રિક મેડિસીન અને જનરલ પ્રેક્ટિસમમાં કાર્યરત ડોક્ટરોનો આસિસ્ટેડ સુસાઈડ અને યુથેનેસિયા સામે વિરોધ ચાલુ જ છે.

