દરિયાઈ મોજું તાણી જતાં બ્રિટિશ યુવતીનું મોત

Wednesday 14th August 2019 03:07 EDT
 

લંડનઃ ક્રિસમસ હોલિડે મનાવવા સાઉથ આફ્રિકા ગયેલી બ્રિટિશ યુવતી સિનેદ મુદલિયાર સુર્યોદય નિહાળી રહી હતી ત્યારે આવેલું મોજું તેને દરિયામાં તાણી જતાં તેનું મૃત્યુ થયું હોવાનું ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. લાઈફગાર્ડ્સ અને પેરામેડિક્સે તેને દરિયામાંથી બહાર કાઢી હતી. પરંતુ, ૨૭ ડિસેમ્બરે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

કેમ્બ્રીજમાં એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીમાં ફિલોસોફીનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય સિનેદ મુદલિયાર ગયા વર્ષે ક્રિસમસની રજા પર હતી. તે બોક્સિંગ ડેના દિવસે ડરબન નજીક આવેલા બીચ વિસ્તાર ઉમલાનાગા રોક્સ ગઈ હતી. કોરોનર ડેવિડ હેમિંગે જણાવ્યું હતું,‘ આ એક કરુણ અને જીવનનો અંત લાવનારો અકસ્માત હતો.’ લોકોએ વહેલી સવારે ૫.૧૫ના સુમારે તેની બૂમો સાંભળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter