દર્દીઓ દરેક વખતે એક જ ફેમિલી ડોક્ટર પાસે સારવાર મેળવી શકશેઃ હેલ્થ સેક્રેટરી

હોસ્પિટલ બજેટનો મોટો હિસ્સો જીપી સર્જરીઓને ફાળવાશેઃ વેસ સ્ટ્રીટિંગ

Tuesday 16th July 2024 11:52 EDT
 

લંડનઃ સત્તામાં આવેલી લેબર સરકાર એનએચએસની સ્થિતિ સુધારવા માટે હોસ્પિટલોને અપાતું બિલિયનો પાઉન્ડનું ભંડોળ જીપીને આપશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, લાખો દર્દીઓ દરેક એપોઇન્ટમેન્ટ વખતે એક જ ફેમિલી ડોક્ટર પાસે સારવાર મેળવી શકશે.

એનએચએસના 165 બિલિયન પાઉન્ડના બજેટમાંથી 10 ટકા કરતાં પણ છી રકમ પ્રાથમિક સારવાર માટે ખર્ચાય છે. જીપી સર્જરી ખાતે સારવારની ઊંચી માગ છતાં આ રકમમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મહત્વના નીતિવિષયક બદલાવની જાહેરાત કરતાં સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, હું સમગ્ર સિસ્ટમને બદલી નાખીશ અને પ્રાથમિક સારવાર માટેના બજેટના હિસ્સામાં વધારો કરીશ જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર પ્રાપ્ત થઇ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter