દર્દીઓ સાથે વાતચીત કરી નહીં શકનાર ભારતીય મૂળની થેરાપિસ્ટની હકાલપટ્ટી

Tuesday 14th April 2026 11:55 EDT
 

લંડનઃ પોતાના સહયોગીઓની વાત સમજી શક્તી નથી તેવી કબૂલાત કરનાર ભારતીય મૂળની સાઇ કિર્થના શ્રીપેરામ્બુદુરુની સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટના હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સાઇ ઓક્ટોબર 2023માં યોર્ક એન્ડ સ્કારબરો ટીચિંગ હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જોડાઇ હતી.

સાઇએ જણાવ્યું હતું કે, તે ભાષામાં નિપુણ હોવાનું તેને પૂરવાર કરવાનું નહોતું. જોકે કામગીરી શરૂ કર્યાના થોડા જ સપ્તાહમાં તેના સહયોગીઓએ આરોપ મૂક્યો હતો કે સાઇ તેના દર્દીઓ અંગે તેમની સાથે યોગ્ય રીતે વાતચીત કરી શક્તી નથી. આઠ મહિના પ્રોબેશન પર રહ્યા બાદ તેની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી. જેની સામે સાઇએ અપીલ કોર્ટમાં ટ્રસ્ટના નિર્ણયને પડકાર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter