દાદી ક્વીનની ઉડતી મુલાકાતે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ

Wednesday 20th April 2022 03:03 EDT
 

લંડનઃ પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે 14 એપ્રિલ ગુરુવારે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ઉડતી મુલાકાત લીધી હતી. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ ઈન્વિક્ટસ ગેમ્સમાં હાજરી આપવા ધ હેગ જઈ રહ્યા હતાં ત્યારે થોડો સમય બ્રિટનમાં રોકાણ કર્યું હતું. બકિંગહામ પેલેસે કોઈ ટીપ્પણ કરવાનું નકાર્યું હતું.

ધ સન અખબારના અહેવાલ અનુસાર ધ હેગમાં ઈન્વિક્ટસ ગેમ્સમાં હાજરી આપવા જઈ રહેલા પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ઘણા સમય પછી ક્વીન સાથે રુબરુ ઉડતી મુલાકાત કરવા લંડનમાં રોકાણ કર્યું હતું. હેરી અને મેગન વિન્ડસર કેસલની મુલાકાત દરમિયાન પ્રિન્સ ચાર્લ્સને મળવાં પણ ગયાં હતાં. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે માર્ચ 2020માં શાહી ફરજોનો ત્યાગ કર્યો તે પછી યુકેની તેમની આ પ્રથમ સજોડે મુલાકાત હતી.

મેગન સાથે યુએસ રહેવા ગયેલા પ્રિન્સ હેરી ગત મહિને દાદા પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાની મેમોરિયલ સર્વિસમાં હાજર રહ્યા ન હતા. સરકાર સાથે સુરક્ષા કવચ મુદ્દે અસંતોષના પરિણામે પ્રિન્સે હાજરી નહિ આપ્યાનું કહેવાય છે. 96 વર્ષના થયેલા ક્વીનને હવે હરવાફરવામાં મુશ્કેલી નડી રહી છે અને તેઓ ગુરુવારે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલ કાતે વાર્ષિક મૌન્ડી સર્વિસમાં પણ ઉપસ્થિત રહ્યાં ન હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter