દારૂડિયા દ્વારા કરાતા અકસ્માતોમાં મૃતકોની સંખ્યા 13 વર્ષની ટોચે

Tuesday 30th July 2024 12:49 EDT
 

લંડનઃ દારૂ પીને ડ્રાઇવિંગ કરતા નશાબાજો દ્વારા કરાતા અકસ્માતમાં મૃતકોની સંખ્યા છેલ્લા 13 વર્ષની ટોચ પર પહોંચી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે, ગ્રેટ બ્રિટનમાં આ પ્રકારના અકસ્માતોમાં વર્ષ 2022માં 300 લોકોનાં મોત થયાં હતાં. 2009 પછીનો આ સૌથી ઊંચો આંકડો છે. 2009માં 380 મોત નોંધાયાં હતાં. 2022માં દારૂ પીધેલા ડ્રાઇવર દ્વારા કરાયેલા અકસ્માતોમાં થયેલા મોતની સંખ્યામાં 18 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રોડ સેફ્ટી ચેરિટીના જણાવ્યા અનુસાર આ ભયજનક વધારો ઘણો ચિંતાજનક છે. સરકારે પોલીસને આ પ્રકારના ડ્રાઇવરોને ઝડપી લેવા માટે વધુ રિસોર્સ ઉપલબ્ધ કરાવવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter