દિલ્હી હાઇકોર્ટે બ્રિટિશ ભારતીય પત્રકારનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાના કારણો માગ્યા

Tuesday 24th November 2026 09:14 EST
 

લંડનઃ દિલ્હી હાઇકોર્ટે બ્રિટિશ ભારતીય પત્રકાર અમૃત વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાના કારણો આપવા ભારત સરકારને નોટિસ જારી કરી છે.  દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે, યુકે સ્થિત પત્રકાર અમૃત વિલ્સનનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ રદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી કારણદર્શક નોટિસ અને આદેશમાં તેમની કથિત ભારત વિરોધી પ્રવૃત્તિઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ભારત સરકારના વર્ષ 2023ના ઓસીઆઇ કાર્ડ રદ કરવાના નિર્ણયને પડકારતી વિલ્સનની અરજી પર જસ્ટિસ અમિત મહાજને આ આદેશ પસાર કર્યો હતો. હાઈકોર્ટે સત્તાધીશોને એક સપ્તાહમાં ચોક્કસ વિગતો સાથે નવી કારણદર્શક નોટિસ જારી કરવા અને ત્યારબાદ વિલ્સનને તેનો જવાબ આપવા માટે વધુ એક સપ્તાહનો સમય આપવાનો આદેશ કર્યો હતો.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે નોટિસ અને આદેશમાં કથિત ભારત વિરોધી પ્રવૃત્તિઓની વિગતો આપવામાં આવી નથી, જે દર્શાવે છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું નથી. જો સત્તાધીશો નવી નોટિસમાં ચોક્કસ કારણો સ્પષ્ટ ન કરી શકે તો તેમણે સંવેદનશીલ માહિતીને ગુપ્ત રાખીને વિલ્સનને દસ્તાવેજોનો સારાંશ  પૂરો પાડવો જોઈએ અથવા તેમને તેનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter