દિવાળીની રાત્રે લંડનના હન્સલોમાં આગ, પરિવારના 6ના મોત

પરિવારના મુખિયા કિશનનો બચાવ, પત્ની અને સંતાનોનાં મોત

Tuesday 21st November 2023 12:32 EST
 
 

લંડનઃ વેસ્ટ લંડનના હન્સલો ખાતે દિવાળીની રાત્રે બે માળના મકાનમાં લાગેલી આગમાં 6 વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે એક વ્યક્તિ આ આગમાંથી બચી જવામાં સફળ રહી હતી. તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, મકાનના પ્રથમ માળ પર પાંચ વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં આરોએન કિશન નામની વ્યક્તિનો બચાવ થયો હતો પરંતુ તેમની પત્ની સીમા અને બે સંતાનના મોત થયાં હતાં.

કિશનના પાડોશી ફેલિકા મતેઇએ જણાવ્યું હતું કે, અમે કિશનને આગમાં લપેટાયેલો અને મારા બાળકો, મારા બાળકો એમ ચીસો પાડતા દોડી જતો જોયો હતો. કિશન તેની પત્ની અને સંતાનો સાથે અહીં રહેતો હતો. અમે દીવાળીની સાંજે આ પરિવારને દારૂખાનું સળગાવતા જોયો હતો પરંતુ તેને આગ સાથે કોઇ સંબંધ હોય તેમ લાગતું નથી. કારણ કે આગ તો ઘણે મોડેથી લાગી હતી. મતેઇએ જણાવ્યું હતું કે, આ પરિવાર તાજેતરમાં જ બેલ્જિયમથી અહીં રહેવા આવ્યો હતો.

આગને બૂઝાવવામાં 10 ફાયર એન્જિન અને 70 લાશ્કરોની મદદ લેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter