દરેક દિવ્યાંગ ક્લેમધારકને £૫,૦૦૦ મળશે

Wednesday 31st October 2018 02:58 EDT
 

લંડનઃ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી એસ્થર મેક્વીના ડિપાર્ટમેન્ટે દિવ્યાંગ ક્લેમધારકોની ગણતરીમાં થયેલી ભૂલ સુધારવા માટે ૧.૬ બિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે. ગણતરીમાં ભૂલને લીધે એમ્પ્લોયમેન્ટ અને સપોર્ટ એલાઉન્સ માગતા અંદાજે ૧૮૦,૦૦૦ લોકોને ૯૭૦ મિલિયન પાઉન્ડ ચૂકવવાના થતા હોવાની વિભાગે કબૂલાત કરી હતી. આ બીલમાં આગામી સાત વર્ષમાં બીજા ૭૭૦ મિલિયન પાઉન્ડ ઉમેરાશે. મેક્વીએ ઓક્ટોબર, ૨૦૧૪ પહેલાના ચૂકી ગયેલા પેમેન્ટને ભરપાઈ કરી આપવાનો ઈનકાર કરતી પોલીસીનો અંત લાવતા આ સ્થિતિ ઉભી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter