દુનિયાનો સૌથી નસીબદાર છતાં ભારે વેદનામાંથી પસાર થઇ રહ્યો છુઃ વિશ્વાસ કુમાર રમેશ

Tuesday 09th June 2026 10:16 EDT
 
 

લંડનઃ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર લેસ્ટરના શ્રી રમેશ આજે પોતાને દુનિયાનો સૌથી નસીબદાર" માણસ માને છે પરંતુ સાથે જ તે ગંભીર શારીરિક અને માનસિક યાતનાઓમાંથી પસાર થઈ રહ્યો છે. લેસ્ટર પરત ફર્યા બાદ  રમેશ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર સામે ઝઝૂમી રહ્યા છે. રમેશે જણાવ્યું હતું કે, હું એકમાત્ર બચેલો માણસ છું. મને હજી પણ વિશ્વાસ નથી આવતો. આ એક ચમત્કાર છે. આ અકસ્માતે મારા પારિવારિક જીવનને સંપૂર્ણપણે વેરવિખેર કરી દીધું છે. હું સાવ એકલો થઈ ગયો છું. હું બસ મારા રૂમમાં એકલો બેસી રહું છું. મારી પત્ની કે દીકરા સાથે પણ વાત નથી કરતો. મને બસ મારા ઘરમાં એકલા રહેવું જ ગમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter