લંડનઃ દુબઇમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ-28 ક્લાઇમેટ સમિટમાં કિંગ ચાર્લ્સ તૃતીય અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર વડાપ્રધાન મોદીએ કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત અંગે લખ્યું હતું. મોદીએ પર્યાવરણની જાળવણી પ્રત્યેના કિંગ ચાર્લ્સના જુસ્સાનો ઉલ્લેખ કરતાં તેમને ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં મહત્વનો અવાજ ગણાવ્યા હતા. વડાપ્રધાન રિશી સુનાક અને નરેન્દ્ર મોદી વચ્ચે પણ મુલાકાત યોજાઇ હતી.


