દુબઈમાં બ્રિટિશ મહિલાને ઝઘડો જોવાનું ભારે પડ્યું

Wednesday 06th December 2017 06:40 EST
 
 

લંડનઃ ૨૧ વર્ષીય બ્રિટિશ મહિલા એસા હચીન્સનને દુબઈમાં લડાઈ જોવાનું ભારે પડ્યું હતું. હચીન્સનના પુરુષ મિત્રોએ હોટલની લોબીમાં મૂકેલા સોફા પર સૂઈ રહેલા ૫૦ વર્ષીય સ્વિડીશ પુરુષની સેલ્ફીઝ લીધી હતી. ટેક્નોલોજી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો તે પુરુષ જાગી જતા આસપાસ થતી હરકતથી રોષે ભરાયો હતો અને તેમને મારવાનું શરૂ કરતા તેઓ ભાગી ગયા હતા.

પછી આ મિત્રો કેશ ડિપોઝીટ કરાવીને હોટલમાંથી તેમના પાસપોર્ટ લઈને બ્રિટન જતા રહ્યા હતા. પરંતુ, હચીન્સન યુએઈમાં રહેતી હોવાનું જણાતા સ્વીડીશ પુરુષે બધા આરોપો તેના પર લગાવી દીધા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. હચીન્સને જણાવ્યું હતું કે આ લડાઈ થઈ ત્યારે તે તેના પુરુષમિત્રો સાથે ન હતી. જોકે, ઉગ્ર બોલાચાલી સંભળાતા તે હોટલની લોબીમાં આવી હતી. પરંતુ, પોલીસે તેની ધરપકડ કરી હતી. હચીન્સન પર હુમલો કરવાનો અને ધમકી આપવાનો આરોપ મૂકાયો હતો.

દુબઈમાં કોઈ વ્યક્તિની પરવાનગી વિના તેનો ફોટો લેવો અને ઉશ્કેરાટભર્યું વર્તન કરવું ગેરકાયદેસર અને સજાને પાત્ર હોવાથી હચીન્સનને જેલની સજા પણ થઈ શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter