લંડનઃ ઓક્સફર્ડ બુક સ્ટોર દ્વારા દેવાંગના દાસને વર્ષ 2025 માટેના ઓક્સફર્ડ બુકસ્ટોર બુક કવર પ્રાઇઝના વિજેતા જાહેર કરાયાં છે. તેમને ચારૂ નિવેદિતા દ્વારા લિખિત અને નંદિની ક્રિશ્નન દ્વારા તમિલમાંથી ભાષાંતરિત પુસ્તક કન્વર્સેશન્સ વિથ ઔરંગઝેબ પુસ્તકનું કવર ડિઝાઇન કરવા માટે આ પુરસ્કાર અપાયો છે. દેવાંગના દાસને ટ્રોફી અને રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.
આ પહેલાં વર્ષ 2018માં દેવાંગના દાસને આ પ્રાઇઝ માટે નામાંકિત કરાયાં હતાં. 2019 અને 2024ના વર્ષમાં પણ દાસનો સંભવિત વિજેતાઓની યાદીમાં સામેલ કરાયાં હતાં. દેવાંગના દાસ બુકમેકર, આર્ટ ડિરેક્ટર અને ડિઝાઇન એજ્યુકેટર છે. તેઓ સારા લેખિકા પણ છે. તેમના પુસ્તક જંગલ રેડિયોને 2020માં સાઉથ એશિયા બુક એવોર્ડ, કોમિક કોન એવોર્ડ એનાયત કરાયાં હતાં.
આ પ્રાઇઝની સ્પર્ધામાં શરન્ય કુન્નાથ, સમર બંસલ, અમિત મલ્હોત્રા, રશ્મિ ગુપ્તા અને એડમન્ડ સ્પિત્ઝ જેવા આર્ટ ડિરેક્ટર સામેલ હતાં.