દેશના કરોડો મોબાઇલમાં એલર્ટ સાયરન વગાડવાની યોજના

Tuesday 01st July 2025 12:19 EDT
 
 

લંડનઃ દેશ સામે સંભવિત ભય અને જોખમ માટે તૈયારી કરવાની ડ્રીલના ભાગરૂપે આ વર્ષે કરોડો ફોનમાં 10 સેકન્ડની સાયરન વગાડવામાં આવશે. દેશ સામે સીધા યુદ્ધના તોળાતા ભયને ધ્યાનમાં લેતાં સરકાર આ વખતે ટેસ્ટ એલર્ટ હાથ ધરાશે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તાજેતરમાં સર્જાયેલા તણાવ મધ્યે યુદ્ધ વકરે તેવા જોખમને ધ્યાનમાં લેતાં સરકારને આ માટે સક્રિયપણે તૈયારી કરવાની જરૂર જણાઇ રહી છે. આ ઇમર્જન્સી એલર્ટ સિસ્ટમ જીવનના જોખમ અંગે જાહેર જનતાને સાવચેત કરવા માટે તૈયાર કરાઇ છે. આ વર્ષે આ સિસ્ટમનો ટેસ્ટ હાથ ધરાયા પછી દર બે વર્ષે તેની ચકાસણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter