લંડનઃ દેશનિકાલનો સામનો કરી રહેલા માઇગ્રન્ટ્સ દ્વારા મોડર્ન સ્લેવરી કાયદાઓનો ઉપયોગ કરીને દેશનિકાલની પ્રક્રિયા અવરોધાતી હોવાથી ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવાના સરકારના પ્રયાસોને ફટકો પડી રહ્યો છે.
બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે, આ પ્રકારના કેસોના કારણે જ અમે કાયદામાં સુધારા કરી રહ્યાં છીએ. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ થતા અટકાવવા માટે છેલ્લી ઘડીએ મોર્ડન સ્લેવરી કાયદાઓનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
સપ્ટેમ્બર 2025માં હોમ સેક્રેટરી શબાના માહમૂદે ડિપોર્ટેશન કેસોમાં મોડર્ન સ્લેવકીના દાવાઓ પર પુનઃવિચારણા પર રોક લગાવી દીધી હતી. નવી ગાઇડલાઇન પ્રમાણે માઇગ્રન્ટ્સ તેમને દેશનિકાલ કરાય તે પછી નકારી કઢાયેલા મોડર્ન સ્લેવરી કેસ સામે અપીલ કરી શકે છે. આ બદલાવના કારણે જ સરકાર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ફ્રાન્સ મોકલી શકે છે.

