લંડનઃ સરકાર સમગ્ર દેશમાં પેવમેન્ટ પાર્કિંગ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે. લેબર સરકારનું માનવું છે કે સુરક્ષા વધારવાતે દેશવ્યાપી પ્રતિબંધ લાદવા તૈયાર છે. લંડનમાં પેવમેન્ટ પાર્કિંગ પર પ્રતિબંધ અમલી છે. હવે આ પ્રતિબંધ દેશવ્યાપી બનવા જઇ રહ્યો છે. એક્ટિવિસ્ટો લાંબા સમયથી માગ કરી રહ્યાં છે કે રાહદારીઓની સુરક્ષા માટે પેવમેન્ટ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જોકે હજુ આ પ્રતિબંધનો અમલ પોલીસ દ્વારા કે પછી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરાવાશે તે સ્પષ્ટ કરાયું નથી.

