લંડનઃ ભારતીય મૂળના સાંસદ કિથ વાઝના નેતૃત્વ હેઠળ વિવિધ પક્ષોના જૂથે બ્રિટનમાં દેહવેપાર કાયદેસર બનાવી અપરાધની શ્રેણીમાંથી દૂર કરવા અપીલ કરી હતી. લાંબા સમયથી સાંસદ તરીકે સેવા આપતા કિથ વાઝના નેતૃત્વ હેઠળની હાઉસ ઓફ કોમન્સ સિલેક્ટ કમિટી ઓન હોમ એફેર્સ દ્વારા આ પ્રથાની સમીક્ષા પછી અહેવાલ પણ અપાયો હતો.
સમિતિએ કહ્યું હતું કે હોમ ઓફિસે તાકીદે આ કાયદાને બદલવો જોઇએ કે જેથી આને અપરાધ ન ગણાય. વાઝે નિવેદનમાં કહ્યું હતું કે, વર્તમાન નિયમોના કેટલાક તત્વો બિન સંતોષકારક છે. આ બાબતને અપરાધ ગણવાથી વિપરીત અસર પડે છે. સેક્સ વર્કરમાં મુખ્યત્વે મહિલાઓ જ છે તેમને જ દંડિત કરાય છે અને તેમની બદનામી કરાય છે. સેકસવર્કરોના અપરાધીકરણનો અંત લાવવો જોઇએ.

