ધ ગાર્ડિયન અખબારની ઓફિસની બહાર વિરોધ નોંધાવ્યો

Friday 14th October 2022 06:00 EDT
 
 

બ્રિટિશ હિંદુ સમુદાયના લગભગ 50 સભ્યોએ 28 સેપ્ટેમ્બરે ધ ગાર્ડિયન અખબારની ઓફિસની બહાર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો અને આક્ષેપ કર્યો કે ધ ગાર્ડિયન ભારત વિરોધી, હિંદુ વિરોધી અને યુકેમાં હિંદુઓ માટે નફરત પેદા કરે છે.
આ માહિતી આપતા નિતિનભાઇ મહેતા અને શૈલાજીએ જણાવ્યું કે, અખબારમાં સતત હિંદુ વિરોધી અને ભારત વિરોધી અહેવાલોથી હિંદુ સમુદાય રોષે ભરાયો છે. દરેક સમાચાર વાર્તાને હિંદુ રાષ્ટ્રવાદીઓ જેવા ભાવનાત્મક શબ્દો સાથે જોડી દેવામાં આવે છે. બધી વાર્તાઓ પક્ષપાતી અને તદ્દન જૂઠાણું છે.
અમે 28 સપ્ટેમ્બર 2022ના રોજ લંડનમાં ગાર્ડિયન હેડક્વાર્ટરની બહાર જાગરણ કર્યું હતું. અમે અખબારને મેમોરેન્ડમ સાથે રજૂઆત કરી છે કે ભારત સહિષ્ણુ છે, પણ ધરાર અપમાન ચલાવી નહીં લઈએ. ઝોરોસ્ટ્રિયન, બહાઈ, તિબેટીયન બૌદ્ધ અને યહૂદી લોકો સદીઓથી ભારતમાં ખુશીથી રહે છે. લાખો ખ્રિસ્તીઓ ખુશીથી જીવે છે. અમે ગાર્ડિયનને વિનંતી કરીએ છીએ કે તે તેના આત્યંતિક હિંદુ વિરોધી વલણને ઓછું કરે. અમે આ મુદ્દે ચર્ચા કરવા માટે તંત્રી મંડળને મળવા તૈયાર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter