લંડન: બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓની પ્રતિષ્ઠિત યાદી 'ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2026' જાહેર કરવામાં આવી છે. આ વર્ષે યાદીમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ થયો છે, જેમાં વિક્ટોરિયા બેકહામ અને જે.કે. રોલિંગથી લઈને કિંગ ચાર્લ્સ અને એલ્ટન જોન જેવી દિગ્ગજ હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે યાદીમાં સામેલ બ્રિટનના 350 સૌથી ધનિક વ્યક્તિઓ અને પરિવારોની કુલ સંપત્તિ 784 બિલિયન પાઉન્ડ નોંધાઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 1.4% નો વધારો દર્શાવે છે. યુકેમાં અત્યારે 157 અબજોપતિઓ છે. ડેવિડ અને વિક્ટોરિયા બેકહામ પ્રથમ વખત બ્રિટનની અબજોપતિ ક્લબમાં જોડાયા છે. તેમની અંદાજિત સંપત્તિ 1.185 બિલિયન પાઉન્ડ છે.
ટોપ ફાઇવ અમીર પરિવાર
- સંજય અને ધીરજ હિન્દુજા પરિવાર – 38.00 બિલિયન પાઉન્ડ
- ડેવિડ અને સિમોન રુબેન પરિવાર – 27.97 બિલિયન પાઉન્ડ
- સર લિયોનાર્ડ બ્લાવત્નિક – 26.85 બિલિયન પાઉન્ડ
- ઇદાન ઓફર – 24.48 બિલિયન પાઉન્ડ
- વેસ્ટન પરિવાર – 18.93 બિલિયન પાઉન્ડ
રિચ લિસ્ટમાં સામેલ એશિયન બ્રિટિશરો
35. નવીન એન્જિનિયર અને પરિવાર – 5.00 બિલિયન પાઉન્ડ
35. મોહસિન અને ઝુબેર ઇસા – 5.00 બિલિયન પાઉન્ડ
42 સર અનવર પરવેઝ અને પરિવાર – 4.587 બિલિયન પાઉન્ડ
43. અનિલ અગરવાલ – 3.852 બિલિયન પાઉન્ડ
62. સાયમન, બોબી અને રોબીન અરોરા – 2.554 બિલિયન પાઉન્ડ
77 રણજિત બોપારન અને પરિવાર – 2.03 બિલિયન પાઉન્ડ
86. સુનિલ સેતિયા – 1.86 બિલિયન પાઉન્ડ
97. સુરિન્દર અરોરા અને પરિવાર – 1.7 બિલિયન પાઉન્ડ


