ધબકતી રાજાશાહી, ટ્રુપિંગ ધ કલર પરેડ અને ઓર્ડર ઓફ ગ્રેટર પ્રોસેશનનું આયોજન

Tuesday 20th June 2023 12:29 EDT
 
 

લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે ઝાકઝમાળભર્યા સમારોહમાં કિંગ ચાર્લ્સ તૃતીયે રોયલ બર્થ ડે પરેડ ટ્રુપિંગ ધ કલરમાં ભાગ લીધો હતો. 1986માં સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ટ્રુપિંગ ધ કલરમાં ભાગ લીધાના 30 વર્ષ બાદ પહેલીવાર કોઇ રાજવીએ આ પરેડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સેસ એન, પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સેસ કેટ મિડલટન તથા તેમના સંતાનો હાજર રહ્યાં હતાં. જોકે આ સમારોહમાં પ્રિન્સ હેરી, મેઘન મર્કેલ અને તેમના સંતાનોની ગેરહાજરી વર્તાઇ હતી. બીજીતરફ સોમવારે ઐતિહાસિક ઓર્ડર ઓફ ગ્રેટર પ્રોસેશનમાં રાજવી પરિવારના સભ્યો જોડાયાં હતાં. સતત બીજા વર્ષે આ પ્રોસેશનમાં પ્રિન્સ એન્ડ્રુ ગેરહાજર રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter