લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે લોર્ડ ચાન્સેલર શબાના માહમૂદ અને ઇંગ્લેન્ડ અને વેલ્સના લેડી ચીફ જસ્ટિસની ભલામણ પર ધર્મેશ પટેલની ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ કરી છે. લેડી ચીફ જસ્ટિસે ધર્મેશ પટેલને 28 એપ્રિલ 2025થી કોવેન્ટ્રી મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતેની મિડલેન્ડ્સ સરકિટમાં નિયુક્ત કર્યાં છે.
ધર્મેશ પટેલ ડિસ્ટ્રિક્ટ જજ પટેલ તરીકે ઓળખાશે. તેમને વર્ષ 2006માં રોલ ઓફ સોલિસિટર્સમાં સામેલ કરાયા હતા. 2017માં તેમની નિયુક્તિ ઇંગ્લેન્ડની વેલ્યુએશન ટ્રિબ્યુનલના ચેરમેન પદે કરાઇ હતી. 2019માં તેઓ ફર્સ્ટ ટાયર ટ્રિબ્યુનલમાં ફી પેઇડ જજ તરીકે અને વર્ષ 2022માં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત થયા હતા.