ધર્મેશ મિસ્ત્રી અને સાયરસ મેહતાની કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીમાં નિયુક્તિ

Tuesday 05th March 2024 11:12 EST
 
 

લંડનઃ બ્રિટનમાં બિઝનેસ સ્પર્ધાને મજબૂત બનાવવા અને સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસતા વિભાગ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (સીએમએ)માં ભારતીય મૂળના ધર્મેશ મિસ્ત્રી અને સાયરસ મેહતાની ટોચના હોદ્દાઓ પર નિયુક્તિ કરાઇ છે. ગયા સપ્તાહમાં ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા સીએમએના ચાર નવા નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નામની જાહેરાત કરાઇ હતી જેમાં મિસ્ત્રી અને મેહતાનો સમાવેશ થાય છે.

સીએમએના અધ્યક્ષ માર્કસ બોકરિન્કે નવી નિયુક્તિઓ પર જણાવ્યું હતું કે, અમારા નવા બોર્ડ મેમ્બર લોકો, બિઝનેસ અને ઇકોનોમી પ્રત્યે અમારી વધી રહેલી જવાબદારીઓમાં નવી ધારણાઓ અને કુશળતા સાથે યોગદાન આપશે.

ધર્મેશ મિસ્ત્રી ટેકનોલોજી અને ફાઇનાન્સમાં વેન્ચર કેપિટાલિસ્ટ છે. જ્યારે સાયરસ મેહતા લંડનની કાયદા કંપની સીએમએસમાં યુરોપિયન યુનિયન અને કોમ્પિટિશન ટીમના વડા રહી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter