ધીરાણકર્તાઓ દ્વારા નવા મોર્ગેજ માટેના દરમાં 0.45 ટકા સુધીનો વધારો

Tuesday 30th May 2023 11:56 EDT
 
 

લંડનઃ એપ્રિલ મહિનામાં ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડની અપેક્ષા કરતા વધુ રહેતાં મોર્ગેજ દરોમાં વધારો થઇ રહ્યો છે. ધીરાણકર્તાઓએ નવા મોર્ગેજ માટેના દરમાં 0.45 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે. મોંઘવારીમાં ધારણા પ્રમાણેનો ઘટાડો ન થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરમાં ફરી વધારો કરે તેવી સંભવનાને પગલે નવા મોર્ગેજ માટેના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

2024માં બ્રિટન મંદીમાં ધકેલાય તેવી અર્થશાસ્ત્રીઓની વડાપ્રધાનને ચેતવણી

વડાપ્રધાન રિશી સુનાકને ચેતવણી આપવામાં આવી છે કે આવતા વર્ષ સુધીમાં યુકે મંદીમાં ધકેલાઇ શકે છે. હાલમાં જે રીતે ફુગાવાનો દર વધી રહ્યો છે તે જોતાં આગામી સંસદની ચૂંટણી પહેલાં વ્યાજદર પાંચ ટકા કરતાં ઊંચો જવાની સંભાવના છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ફુગાવાને ડામવા માટે બ્રિટનની ઇકોનોમીને મંદીમાં ધકેલી દેવાનીફરજ પડી શકે છે.વ્યાજદરમાં વધારાના કારણે લાખો પરિવારના મોર્ગેજ બિલ અને લોનના ઇએમઆઇ વધી શકે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter