ધુમ્રપાન પર પ્રતિબંધ નહીં લદાય તો હજારો લોકો વહેલા મરી જશેઃ ચેતવણી

Tuesday 05th December 2023 11:21 EST
 
 

લંડનઃ આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો યુકેમાં ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકવાના વચનમાંથી વડાપ્રધાન પીછેહઠ કરશે તો હજારો લોકો વહેલાં મરી જશે. એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થ નામના સંગઠને જણાવ્યું હતું કે, સિગારેટના વેચાણમાંથી ધૂમ નાણા કમાઇ રહેલી તમાકુ લોબી પ્રસ્તાવિત યોજના સામે એકજૂથ થઇ જાય તેવી સંભાવના છે.

છેલ્લા 20 વર્ષમાં યુકેમાં ધુમ્રપાન કરનારાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં હજુ 64 લાખ લોકો ધુમ્રપાન કરતા હોવાનો અંદાજ છે. સિગારેટના વેપારમાં ધૂમ નફો થાય છે. યુકેના સિગારેટ માર્કકેટ પર ચાર મલ્ટીનેશનલ કંપનીનો કબજો છે અને 95 ટકા સિગારેટનું વેચાણ આ કંપનીઓ દ્વારા કરાય છે. ફક્ત 10 ટકા સિગારેટ યુકેની કંપનીઓની હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter