નંદિની દાસને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ એનાયત

નંદિની દાસનું મોગલ સામ્રાજ્ય અને ઇંગ્લેન્ડના પ્રથમ રાજદ્વારી મિશન પર રસપ્રદ પુસ્તક સન્માનિત

Tuesday 07th November 2023 12:50 EST
 
 

લંડનઃ ભારતીય મૂળના લેખિકા નંદિની દાસને વર્ષ 2023 માટેના બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ ફોર ગ્લોબલ કલ્ચરલ અંડરસ્ટેન્ડિંગના વિજેતા જાહેર કરાયાં છે. આ પ્રાઇઝ અંતર્ગત નંદિની દાસને તેમના પુસ્તક ‘Courting India: England, Mughal India and the Origins of Empire'માટે 25000 પાઉન્ડનો પુરસ્કાર અપાશે. નંદિની દાસના આ પુસ્તકને મોગલ દરબારોમાં ઇંગ્લેન્ડના પ્રથમ રાજદ્વારી મિશન દ્વારા બ્રિટન અને ભારતની સાચી કહાણી તરીકે બિરદાવવામાં આવ્યું છે. લંડનમાં બ્રિટિશ એકેડેમી ખાતે આયોજિત સમારોહમાં આ વર્ષના વિજેતાની ઘોષણા કરાઇ હતી.

નંદિની દાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. દાસે તેમના પુસ્તકમાં 17મી સદીના પ્રારંભે ભારતમાં ઇંગ્લિશ રાજદ્વારી તરીકે પહોંચેલા સર થોમસ રોની કહાણી મોગલ સામ્રાજ્યના મૂળ પરના નવા પાસાઓ રજૂ કર્યાં છે.

પ્રાઇઝ જ્યુરીના અધ્યક્ષ પ્રોફેસર ચાર્લ્સ ટ્રીપે જણાવ્યું હતું કે, ભારતીય અને બ્રિટિશ રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને વેપારીઓ પાસેથી માહિતી મેળવીને નંદિની દાસે માહિતીપ્રચૂર સામગ્રી રજૂ કરી છે જે તે સમયના સંઘર્ષ અને ગેરસમજણો દૂર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter