નવ વર્ષીય મેટલ ગિટારવાદક એડ્રિયન અબ્રાહમનું લક્ષ્યાંક વર્લ્ડ રેકોર્ડ

Tuesday 29th September 2026 10:36 EDT
 
 

લંડનઃ નવ વર્ષના ભારતીય મૂળનો રોક અને મેટલ ગિટારવાદક  એડ્રિયન અબ્રાહમ ગ્રેડ 8ની ઇલેક્ટ્રિક ગિટાર પરીક્ષા આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જ્યારે મોટાભાગના બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય છે અને પોતાના શોખ કેળવવાની શરૂઆત કરી રહ્યા હોય છે ત્યારે નવ વર્ષનો ભારતીય મૂળનો બાળક વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. જો તે આ પરીક્ષા પાસ કરી લેશે, તો તેનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ જશે. હાલમાં આ રેકોર્ડ ઈંગ્લેન્ડના એલેક્ઝાન્ડર હારગ્રેવ્સના નામે છે, જેણે આ વર્ષની શરૂઆતમાં 11 વર્ષ અને 7 મહિનાની ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter