નવતર પ્રકારના કૌભાંડ, દરેક વ્યક્તિએ સાવધ રહેવાની જરૂર

ખાસ કરીને તમારા વયસ્ક પ્રિયજનોને કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રાખશો

Tuesday 19th May 2026 12:27 EDT
 
 

લંડનઃ બેંકના નકલી મેસેજથી લઈને એક ખોટી ક્લિક પર આજીવનની કમાણી ગુમાવવાના ડરને લીધે  મોટી ઉંમરના ઘણા લોકો હજુ પણ ઓનલાઈન બેંકિંગ અને શોપિંગથી સંપૂર્ણપણે દૂર રહે છે. બ્રિટનના લાખો વયસ્ક નાગરિકોના મતે ઓનલાઈન બેંકિંગ હજુ પણ લેવા જેવું જોખમ નથી.

આ ડર સ્વાભાવિક છે. દર અઠવાડિયે એકાઉન્ટ હેક થવા, ડિલિવરીના નકલી મેસેજ, કાર્ડની વિગતો ચોરાઈ જવા અને શાતિર કૌભાંડીઓ દ્વારા પેન્શનરોને હજારો પાઉન્ડની છેતરપિંડીનો શિકાર બનાવવાની નવી નવી ઘટનાઓ સામે આવતી રહે છે. જે લોકો રોકડ વ્યવહારો, બેંક સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત અને પેપર રેકોર્ડ રાખવાની આદત સાથે મોટા થયા છે, તેમના માટે કોઈ એપ કે વેબસાઈટ પર પોતાની આજીવનની મૂડીનો ભરોસો કરવો અત્યંત અઘરો છે.

જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે ઓનલાઈન બેંકિંગ અને શોપિંગથી સંપૂર્ણપણે દૂર રહેવું હવે વયસ્કોને મોંઘું સાબિત થઇ રહ્યું છે  ને કેટલીક પરિસ્થિતિમાં તો આના કારણે તેઓ ફ્રોડ સામે ઓછા સુરક્ષિત રહે છે. ફ્રોડ કરનારાઓ ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવે છે જેઓ ટેકનોલોજીના ઉપયોગ અંગે પહેલેથી જ અસુરક્ષિત કે ચિંતા અનુભવતા હોય.

વયસ્ક ગ્રાહકોએ ખાસ કરીને આ બાબતોથી સાવધ રહેવું જોઈએ. એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ હોવાનો દાવો કરતા મેસેજ અત્યારે સામાન્ય છે, જેમાં કોઈ લિંક પર ક્લિક કરવા અથવા નકલી નંબર પર ફોન કરવા દબાણ કરાય છે. ભોગ બનનારને ડરાવવામાં આવે છે કે તેમનું બેંક ખાતું જોખમમાં છે અને તેમણે તાત્કાલિક તેમના નાણાં કોઈ કહેવાતા સેફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. યાદ રાખો, બેંક ક્યારેય આવું કરવા કહેતી નથી. ફ્રોડ કરનારાઓ સંતાનો કે પૌત્ર-પૌત્રી હોવાનો નાટક કરે છે અને ફોન કે બેંક કાર્ડ ખોવાઈ ગયું હોવાનું કહી તાત્કાલિક પૈસાની માંગણી કરે છે. પાર્સલ મિસ થવા અથવા અનપેઇડ કસ્ટમ ચાર્જ અંગેના ટેક્સ્ટ મેસેજ મોકલીને પેમેન્ટની વિગતો ચોરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter