નવા કાયદા હેઠળ હિંસાની વિડિયો ક્લિપ્સ શેર કરનારને પાંચ વર્ષની જેલની સજા થશે

Tuesday 19th May 2026 12:42 EDT
 

લંડનઃ બ્રિટન સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક નવું નેશનલ સિક્યુરિટી બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ નવા કાયદા અંતર્ગત, સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો પર હિંસક સામગ્રી કે વિડિયો ક્લિપ્સ શેર કરનાર વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આ કાયદો ખાસ કરીને લોન-વુલ્ફ હુમલાખોરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે જેઓ કોઈ સંગઠન સાથે સીધા જોડાયેલા હોવાને બદલે ઇન્ટરનેટના માધ્યમથી કટ્ટરપંથી બને છે. નવા કાયદા હેઠળ એકલા હાથે રચેલા હિંસક કાવતરાઓને પણ હવે આતંકવાદ ગણવામાં આવશે. આ કાયદો સુરક્ષા એજન્સીઓને વધુ કડક કાર્યવાહી કરવાની સત્તા આપશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ યુગમાં ફેલાતી હિંસા અને કટ્ટરવાદને મૂળમાંથી ડામવાનો છે, જેથી ભવિષ્યમાં થનારી સંભવિત હિંસક ઘટનાઓને અટકાવી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter