નવા કોરોના વેરિએન્ટ ૩૩ ટકા લોકો માટે જીવલેણ નીવડી શકે

Wednesday 04th August 2021 05:21 EDT
 

લંડનઃ કોરોના વાઈરસનો નવો જીવલેણ વેરિએન્ટ ત્રણમાંથી એક વ્યક્તિનો જીવ લઈ શકે તેવી વાસ્તવિક ચેતવણી SAGEના વિજ્ઞાનીઓએ આપી છે. મ્યુટન્ટ સ્ટ્રેઈન કડક નિયંત્રણો અને લોકડાઉનની સ્થિતિ પાછી લાવી શકે તેમજ દેશના અર્થતંત્રને ભારે ધક્કો પહોંચાડી શકે છે.

સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમર્જન્સીસ - SAGEના વિજ્ઞાનીઓના રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના વાઈરસનો ભાવિ સ્ટ્રેઈન MERS (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સીન્ડ્રોમ) જેવો ખતરનાક બની રહેશે. ઊંટમાંથી માનવીમાં ફેલાયેલો MERS સૌ પહેલા ૨૦૧૨માં સાઉદી અરેબિયામાં દેખાયો હતો અને તેના ચેપગ્રસ્ત ૩૫ ટકાના મોત થયા હતા. યુકેમાં વ્યાપકપણે ફેલાયો છે તેવા વાઈરસમાં મ્યુટેશન્સ થવાની વધુ શક્યતા રહે છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે નવો વેરિએન્ટ સાઉથ આફ્રિકાના વેક્સિન પ્રતિકારી બીટા વેરિએન્ટ અને વધુ ચેપી આલ્ફા અથવા ડેલ્ટા વેરિએન્ટ્સમાંથી ઉદ્ભવશે તો તેના પર વેક્સિન અસર નહિ કરી શકે. ઈમ્પિરિયલ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતોના અન્ય રિપોર્ટમાં વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે કોરોના વાઈરસ ઈન્ફેક્શન અને સંભવિત રોગ સામે વેક્સિન્સ દ્વારા મળતું રક્ષણ સમય જતાં ઓછું થઈ જશે. આના પરિણામે, વેક્સિનેશન અભિયાનો વર્ષો સુધી ચાલુ રાખવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter