લંડનઃ બ્રિટનમાં નવા ડ્રાઇવરોને ગ્રીન પી પ્લેટ ન લગાવવા ચેતવણી આપવામાં આવી છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ અનુસાર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરો તેમના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા પછી પી પ્લેટ ન લગાવવાની સલાહ આપે છે. નવા ક્વોલિફાય થયેલા ડ્રાઇવર પી પ્લેટ લગાવવાના કારણે અન્યો દ્વારા થતી શાબ્દિક નિંદાનો ભોગ બને છે. પી પ્લેટ લગાવવાના કારણે અન્ય વાહનચાલકો જાણી શકે છે કે આ નવોનવેલો ડ્રાઇવર છે તેથી તે સડક પર મૂંઝાઇ શકે છે પરંતુ અન્ય વાહનચાલકો દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે.


