નવા વર્ષ 2025ની શરૂઆત કાતિલ સબ-ઝીરો ઠંડી અને પૂર સાથે થઈ

72 કલાક માટે ભારે વરસાદ સહિત વેધર વોર્નિંગ જારી કરાઈ

Thursday 02nd January 2025 01:37 EST
 
 

લંડનઃ નવા વર્ષ 2025ના આગમન સાથે બ્રિટિશરોએ સબ-ઝીરો ફ્રીઝનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ માટે 72 કલાકની ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે જે આરોગ્ય માટે ચેતવણીરૂપ છે. બુધવાર 1 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાં લાગશે અને ગુરુવારની મોડી સાંજે શૂન્ય ડીગ્રીથી નીચે પહોંચી જશે. આના પરિણામે, લંડનમાં -5C, બર્મિંગહામ અને માન્ચેસ્ટરમાં -7C જેટલું નીચું તાપમાન રહેશે. મોટા ભાગના ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૂસવાટા સાથે ઠંડા પવનોની આગાહી મેટ ઓફિસે કરી છે. નવા વર્ષના દિવસે સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સના વિસ્તારોમાં ભારે વરસાદ સહિત વેધર વોર્નિંગ જારી કરાઈ હતી.

મેટ ઓફિસે વાહનચાલકો માટે પૂર, માર્ગો બંધ રહેવાની સંભાવના અને ટ્રાન્સપોર્ટમાં વિલંબ સહિત ભારે મુશ્કેલ પરિસ્થિતિ રહેવાની ચેતવણી આપી હતી.નેટવર્ક રેલ દ્વારા કોનવે વેલી લાઈન પર વૃક્ષો તૂટી પડવાના લીધે નવા વર્ષના દિવસે જ કેટલાક જંક્શન બંધ રહેવાનું જણાવ્યું હતું. દેશભરમાં 75 માઈલ પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો રહેવાથી પ્રવાસના વિલંબ, ઈમારતોને નુકસાન, પાવર કટ્સ, તેમજ કાટમાળ ફેંકાવા અને ઊંચા મોજાંના લીધે પણ નુકસાનની ચેતવણી અપાઈ છે.

એડિનબરાની સ્ટ્રીટ પાર્ટીઝ અને આતશબાજી સહિત હોગમાનાય ઊજવણીઓ સુરક્ષાની ચિંતાના કારણે રદ કરી દેવાઈ હતી. બીજી તરફ, નોર્થ યોર્કશાયરના બ્લેકપૂલ, ન્યુકેસલ, રિપોન તથા આઈલ ઓફ વાઈટની આતશબાજી ઊજવણી રદ કરાઈ હતી. જોકે, લંડનની ન્યૂ યર પૂર્વસંધ્યાનો આતશબાજી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter