નવા વર્ષથી ટેલિવિઝન અને ઓનલાઇન પ્લેટફોર્મ પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ

બાળકોમાં મેદસ્વિતા નિયંત્રિત કરવા સરકારનું પગલું

Tuesday 06th January 2026 09:28 EST
 
 

લંડનઃ નવા વર્ષથી ટેલિવિઝન અને ઓનલાઇન પ્લેટફોર્મ પર જંક ફૂડની જાહેરાતો પરનો પ્રતિબંધ અમલી બન્યો છે. બાળકોમાં મેદસ્વિતા નિયંત્રિત કરવા હાઇ ફેટ અને સુગર ધરાવતા ફૂડ અને ડ્રિંકની જાહેરાતો ટેલિવિઝન પર રાતના 9.00 પહેલાં અને ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઇપણ સમયે દર્શાવી શકાશે નહીં. આ પ્રતિબંધ બાળકોમાં મેદસ્વિતા માટે જવાબદાર ગણાતા ઉત્પાદનો પર લાગુ કરાયો છે. જેમાં સોફ્ટ ડ્રિંક, ચોકલેટ, સ્વીટ્સ, પિત્ઝા અને આઇસક્રીમનો પણ  સમાવેશ થાય છે.

ફૂડ એન્ડ ડ્રિંક ફેડરેશને જણાવ્યું હતું કે, અમે લોકો આરોગ્યપ્રદ ખોરાક લે તે માટે મદદ કરવા પ્રતિબદ્ધ છીએ. પ્રતિબંધમાં કેટલાક બ્રેકફાસ્ટ સિરિઅલ્સ, પોરિજિસ, બ્રેડ પ્રોડક્ટસ મેઇન મીલ્સ અને સેન્ડવિચ પણ સામેલ કરાયાં છે.

સરકારનું માનવું છે કરે ફૂડ ઉત્પાદકો આરોગ્યપ્રદ રેસિપીઓ તૈયાર કરશે. કંપનીઓ પ્રતિબંધિત ઉત્પાદનોના આરોગ્યપ્રદ પ્રકારોનો પ્રચાર કરી શકશે.

આમ તો આ પ્રતિબંધ બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનોની જાહેરાત પર જ લદાયો છે પરંતુ ફાસ્ટ ફૂડ કંપનીઓ તેમની બ્રાન્ડની જાહેરાતો તો આપી જ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter