નવા વિઝા નિયમોની પારિવારિક સંબંધો પર નકારાત્મક અસરો પડશેઃ આર્ચબિશપ

Tuesday 12th December 2023 12:30 EST
 

લંડનઃ યુકેમાં આવતા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટાડવા માટે લદાયેલા નવા વિઝા નિયમો પારિવારિક સંબંધો પર નકારાત્મક અસરો કરશે તેવી ચેતવણી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી મોસ્ટ રેવ. જસ્ટિન વેલ્બીએ ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર લીગલ માઇગ્રેશનના આંકડા ઘટાડવા મામલે ચિંતિત છે પરંતુ તેના માટે લદાતા નિયંત્રણોની કેટલીક કિંમત પણ ચૂકવવી પડશે. સમાજમાં પરિવારના મહત્વ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે તેમના માટે શ્રેણીબદ્ધ અવરોધો સર્જવા જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter