લંડનઃ કોમ્યુનિટિઝ સેક્રેટરી સાજિદ જાવિદે ટોરી કોન્ફરન્સમાં નવા ૨૫૦,૦૦૦ ઘરના નિર્માણ માટે પાંચ બિલિયન પાઉન્ડના પ્લાનની જાહેરાત કરી હતી. નવા મકાનો પડતા મૂકાયેલા શોપિંગ સેન્ટર્સ, જીર્ણ ટાઉન સેન્ટર્સ અને અન્ય બ્રાઉનફિલ્ડ્સ સાઈટ્સ પર બંધાશે. માર્ગો અને અન્ય ચાવીરુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ બે બિલિયન પાઉન્ડ્સ ખર્ચાશે.
હોમ બિલ્ડર્સ ફંડના બાકીના એક બિલિયન પાઉન્ડ બાંધકામની શરુઆત કરવા નાની બિલ્ડિંગ કંપનીઓને લોન તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત, ફાસ્ટ ટ્રેક બિલ્ડિંગ પ્રોજેક્ટસ માટે વધારાની સરકારી જમીનના ઉપયોગ પાછળ અલગ બે બિલિયન પાઉન્ડ ખર્ચાશે. જાવિદે કહ્યું હતું કે હાઉસિંગની અછતનું નિવારણ નૈતિક ફરજ પણ છે. કન્ઝર્વેટિવ સરકાર દેશમિર્માણના કાર્યમાં આગળ વધશે.


