લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સની જેલોને તેમની ક્ષમતા વટાવી જતી અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નવા નિયમો હેઠળ સેંકડો ગુનેગારોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. યોજના અંતર્ગત લાયક ગણાયેલા આશરે 4,500 કેદીઓમાંથી પ્રથમ 700 ઇનમેટ્સને ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા હતા.
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ તમામ કેદીઓ પર ઈલેક્ટ્રોનિક ટેગિંગ જેવા કડક નજર રાખવાના પગલાં હેઠળ સતત નિરીક્ષણ કરવામાં આવશે. જેલો સંપૂર્ણ ભરાઈ જવાની સ્થિતિ ટાળવા માટે આ પગલું જરૂરી હોવાની સરકારે દલીલ કરી હતી.
પરંતુ આ યોજનાની પીડિતો દ્વારા સખત ટીકા કરવામાં આવી રહી છે, જ્યારે હજારો ગુનેગારોને સમુદાયમાં મુક્ત કર્યા બાદ તેમની યોગ્ય દેખરેખ રાખવા માટે પ્રોબેશન સર્વિસ પાસે પૂરતા સંસાધનો છે કે નહીં તે સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.


