નવો 10 પેન્સનો સિક્કો ચલણમાં મૂકાયો

સિક્કાની એક બાજુ કિંગ ચાર્લ્સ અને બીજી બાજુ કેપરકેલી પક્ષીની પ્રતિકૃતિ

Tuesday 25th August 2026 10:32 EDT
 
 

લંડનઃ ધ રોયલ મિન્ટે કિંગ ચાર્લ્સ અને વિશ્વના સૌથા મોટા પક્ષીની પ્રતિકૃતિ ધરાવતો 10 પેન્સનો સિક્કો ચલણમાં મૂક્યો છે. ચલણી સિક્કાઓની માગને જોતાં છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર 10 પેન્સનો નવો સિક્કો બજારમાં મૂકાયો છે. સિક્કાની એક બાજુ પર કિંગ ચાર્લ્સની પ્રતિકૃતિ છે જ્યારે બીજી બાજુ પર કેપરકેલી પક્ષીનું ચિત્ર છે. આ પક્ષી સ્કોટલેન્ડના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળે છે અને હાલ વિલુપ્ત થવાના આરે છે.

કુદરત પ્રત્યે કિંગ ચાર્લ્સના પ્રેમના પ્રતીક તરીકે સિક્કાની આ નવી ડિઝાઇન ઓક્ટોબર 2023માં રોયલ મિન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી. યુકેમાં અત્યાર સુધી કિંગ ચાર્લ્સની છબી ધરાવતા સિક્કા માત્ર 5, 50 પેન્સ અને 1 પાઉન્ડ સુધી જ મર્યાદિત હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter