નશામાં ધૂત બ્રિટિશ મહિલા પર બળાત્કાર માટે પ્રીત વિકલને 7 વર્ષની કેદ

ચાર મહિલા પર બળાત્કાર ગુજારનાર રઘુને 18 વર્ષની કેદ

Tuesday 20th June 2023 12:26 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં મહિલાઓ પર બળાત્કારના કેસમાં ભારતીય મૂળના બે અપરાધીને સજા ફટકારવામાં આવી છે. 20 વર્ષીય પ્રીત વિકલને નશામાં ધૂત બ્રિટિશ મહિલાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવા માટે 7 વર્ષની જ્યારે 50 વર્ષીય રઘુને ચારથી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજારવા માટે 18 વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

પ્રીત વિકલે કાર્ડિફમાં એક મહિલાનું અપહરણ કર્યું હતું. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં તે મહિલાને ખભા પર ઊંચકીને જતો જોવા મળ્યો હતો. તે મહિલાને અજ્ઞાત સ્થળે લઇ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવીના આધારે વિકલની ધરપકડ કરી હતી.

બીજો અપરાધી રઘુ સિંગામનેની લંડનમાં મસાજ પાર્લર ચલાવતો હતો અને મહિલાઓને નોકરીની લાલચ આપી પાર્લરમાં બોલાવી તેમના પર બળાત્કાર ગુજારતો હતો. તેણે આ રીતે નોકરીનો ઝાંસો આપીને ચાર મહિલાઓને વાસનાનો શિકાર બનાવી હતી. અદાલતે તેને ચાર મહિલાઓ પર બળાત્કારનો દોષી ઠેરવીને 18 વર્ષની કેદ ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter